Appam – Guajarati

જૂન 24 – એક સારો સંકલ્પ – સમર્પણ

“દાનિયેલે પોતાના મનમાં નક્કી કર્યું કે, રાજાનું ભોજન કે, તેનો દ્રાક્ષારસ લઇને મારે મારી જાતને અશુદ્ધ  કરવી નહિ. આથી તેણે આસ્પનાઝને વિનંતી કરી મને અશુધ્ધ થવાની ફરજ ન પાડશો.” (દાનિયેલ1: 8)

ખ્રિસ્તી જીવનમાં ઠરાવ અને સમર્પણ ખૂબ જરૂરી છે. જ્યાં સુધી કોઈ સંકલ્પ ઠરાવ ન થાય ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિના પવિત્ર જીવનનું રક્ષણ કરી શકશે નહીં. જો તે સમર્પિત જીવન ન હોય તો સંઘર્ષના સમયમાં મન લાલચમાં આવશે.

આજે આપણે અનેક પ્રકારના સંકલ્પ અને ઠરાવો જોઈ શકીએ છીએ. કેટલાક લોકો ચાળીસ દિવસ સુધી માંસાહારી ખોરાક ન ખાવાનું નક્કી કરશે, કેટલીક સ્ત્રીઓ માથા પર ફૂલો પહેરવાનું બંધ કરી શકે છે અને સવારે પવીત્ર શાસ્ત્ર વાંચે છે અને આખા દિવસોમાં પ્રાર્થના કરે છે. ખરેખર, આ સારું છે. સંકલ્પ, જો કરવામાં આવે તો, કોઈ પણ કિંમતે પૂર્ણ કરવા જોઈએ (સભાશિક્ષક 5:5).

જે દિવસનો અવલોકન કરે છે, તે દેવ માટે અવલોકન કરે છે. પરંતુ તમારું ઠરાવ અને સમર્પણ થોડા દિવસો માટે નહીં પણ કાયમ માટે રહેવું જોઈએ. પવિત્ર જીવન પ્રાપ્ત કરવા માટે ઉંડા સમર્પણ જીવનભર રહેવું જોઈએ.

જુના કરારમાં, દેવે તેમના બાળકોને જાણવા માટે સમર્પણનું જીવન આપ્યું છે. તે સમર્પિત જીવન એ નાઝિરની મન્નત છે. ગીનતીના પુસ્તકમાં, 6:1-12 હેઠળની કલમોમાં નાઝિરના લોકો દ્વારા અનુસરવામાં આવતી પરિસ્થિતિઓને સમજાવે છે. (1) તેમના સમર્પણના મન્નતના બધા દિવસો, નાઝીરીના માથા પર કોઈ અસ્ત્રો ફેરવશે નહીં. (૨) તે પોતાની જાતને દ્રારારક્ષ અને સમાન પીણાથી અલગ રાખશે. (૩) તે કોઈ મૃત શરીર દ્વારા અશુદ્ધ થતો નથી. આ સમર્પણ ટૂંકા ગાળા માટે નથી, પરંતુ તે જીવનભર છે.

નવા કરારમાં, ઈસુ ખ્રિસ્તનું સમર્પણનું જીવન આપણા હૃદયને ઉંડે સ્પર્શે છે. તેને પૂર્ણતામાં જાળવવા માટે, તેમણે પોતાને સંપૂર્ણ પ્રભુની ઇચ્છા માટે સમર્પિત કરી દીધા હતા. તેણે કહ્યું કે દેવ મારી પાસે જે કરાવવા ઈચ્છે છે તે કરવા માટે હું આકાશમાંથી નીચે આવ્યો છું. હું મારી ઈચ્છાથી કઈ કરવા માટે આવ્યો નથી. (યોહાન 6:38). જ્યારે તેણે ચાળીસ દિવસ ઉપવાસ કર્યા ત્યારે તે ભૂખ્યો હતો. પરંતુ, તે પછી પણ, તે ખાવા માટે પથ્થરમાંથી રોટલીમાં ફેરવવા આગળ આવ્યો ન હતો.

તેનામાં આંચકો લાવવા શેતાનની ચાલાકી વ્યર્થ થઈ ગઈ.હા.તેનું સમર્પણ જીવન એક પવિત્ર છે. તે પવિત્ર, નિર્દોષ, નિર્મળ અને પાપીઓથી અલગ છે (હિબ્રૂ:7:2.).

દેવ તમારી પાસેથી અપેક્ષા રાખે છે તે સમર્પણ અને નિયંત્રિત જીવન સિવાય બીજું કશું નથી. જુના કરારમાં, દાનીયેલ આવા સમર્પિત જીવન જીવતો હોવાથી, તેણે કેટલું મહાન કર્યું! દેવે તેની બધી છુપી વસ્તુઓ દાનીયેલને જાહેર કરી. દેવના વહાલા બાળકો, તમે પણ સમર્પણ જીવન જીવવા માટે તમારી જાતને સોંપો.

ધ્યાન આપવું: “મારા સંતોને એકઠા કરો, જેમણે બલિદાન આપીને મારી સાથે કરાર કર્યો છે” (ગીતશાસ્ત્ર :50:5).

Leave A Comment

Your Comment
All comments are held for moderation.