bo togel situs toto musimtogel toto slot musimtogel musimtogel musimtogel masuk musimtogel login musimtogel toto
Appam – Guajarati

જાન્યુઆરી 26 – નવો જન્મ!

“આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના દેવ તથા બાપને ધન્યવાદ હો. દેવ ઘણો કૃપાળુ છે, અને તેની દયાથી આપણને નવજીવન પ્રાપ્ત થયું છે. અને ઈસુ ખ્રિસ્તના મૂએલામાથી પુનરુંત્થાન દ્ધારા આ નવજીવન આપણામાં જીવંત આશા અંકુરિત કરે છે.” (1 પીતર 1:3).

‘આપણને ફરીથી જન્મ આપ્યો’ શબ્દનો અર્થ થાય છે’નવો જન્મ આપ્યો’,ઈસુ ખ્રિસ્તના મૃત્યુમાંથી પુનરુત્થાન દ્વારા. ‘નવો જન્મ’ – કેટલી અદ્ભુત અને અર્થપૂર્ણ અભિવ્યક્તિ!

આ જગતમાં આપણા જન્મ સમયે,આપણી માતાના ગર્ભમાંથી,આપણને પાંચ સંવેદનાત્મક ધારણાઓ આપવામાં આવે છે; એટલે કે સ્પર્શ,સ્વાદ,ગંધ,દૃષ્ટિ અને શ્રવણ.અને આ સંવેદનાત્મક ધારણાઓ દ્વારા આપણે આપણી આસપાસની દુનિયા સાથે સંબંધ અને વાતચીત કરીએ છીએ. પરંતુ આખું વિશ્વ દુષ્ટના આધિપત્ય હેઠળ આવેલું છે,અને આપણે પાપમાં જન્મ્યા હોવાથી,પૃથ્વીના પાપો આપણા પર કાબુ મેળવવાનો પ્રયાસ કરે છે. આદમનો સ્વભાવ હજુ પણ આપણામાં જોવા મળે છે.આ આપણને અનંતકાળ વિશે જાણવાથી અને સ્વર્ગ સાથે સંપર્કમાં રહેવા માટે અવરોધે છે;

તેથી જ જ્યારે પ્રભુ ઈસુએ નિકોદેમસ સાથે વાત કરી, ત્યારે “ઈસુએ ઉત્તર આપ્યો, “હું તને સત્ય કહું છું. માણસે નવો જન્મ પામવો જોઈએ. જો તે વ્યક્તિ નવો જન્મ પામ્યો ન હોય તો પછી તે વ્યક્તિ દેવના રાજ્યમાં જઈ શકતો નથી.”(યોહાન 3:3). ઈશ્વરના રાજ્યને જોવા માટે,વ્યક્તિએ સ્વર્ગીય કુટુંબમાં જન્મ લેવો જોઈએ તે ખરેખર મહત્વપૂર્ણ છે.તો જ,તમે સ્વર્ગ સાથે સંબંધ બાંધી શકશો અને સંગતી કરી શકશો.

નિકોદેમસ જાણતો ન હતો કે ફરીથી જન્મ લેવાનો અર્થ શું છે,અથવા ફરીથી જન્મ કેવી રીતે લેવો.તેથી, તેણે ઈસુને પૂછ્યું:“માણસ જ્યારે વૃદ્ધ થાય ત્યારે કેવી રીતે જન્મ લે? શું તે તેની માતાના ગર્ભમાં બીજી વાર પ્રવેશ કરી શકે છે અને જન્મ લઈ શકે છે? (યોહાન 3:4). દેવ ઇસુએ કૃપા કરીને તેને સમજાવ્યું અને કહ્યું: “વ્યક્તિનો દેહ તેના માતાપિતાના દેહમાંથી જન્મે છે પરંતુ વ્યક્તિનું આત્મિક જીવન આત્મામાંથી જન્મે છે.” (યોહાન 3:6).

પવીત્ર શાસ્ત્રમાં,આપણે સીરિયન સેનાના કમાન્ડર નામાન વિશે વાંચીએ છીએ,જે તેના રક્તપિત્તમાંથી સાજા થવાની આશા સાથે પ્રબોધક એલિશા પાસે આવ્યો હતો.અને એલિશાએ તેની પાસે એક સંદેશવાહક મોકલીને કહ્યું,”જા અને યરદનમાં સાત વાર ડુબકી લગાવો,અને તારું માંસ તને પાછું મળશે અને તું શુદ્ધ થઈ જશે.” એલિશાના આ જવાબથી નામાન ગુસ્સે થયો અને તેણે કહ્યું:“દમસ્કની નદીઓ અબાનાહ અને ફાર્પાર ઇસ્રાએલની બીજી નદીઓ કરતાં વધારે સારી નથી? તેમાં સ્નાન કરીને હું રોગમુકત ન થઈ શકું? આમ તે પાછો ફરીને ગુસ્સામાં ચાલ્યો ગયો.”(2 રાજાઓ 5:12).

“પણ તેના નોકરોએ તેની પાસે જઈને તેને કહ્યું, “પ્રબોધકે આપને કોઈ મુશ્કેલ કાર્ય કરવા માંટે કહ્યું હોત, તો તમે કર્યુ હોત કે નહિ? તેથી તેની આજ્ઞાને આધીન અવશ્ય થાઓ. જાઓ, સ્નાન કરીને શુદ્વ થાઓ!” (2 રાજાઓ 5:13). આથી તેણે જઈને દેવભકત એલિશાએ કહ્યા પ્રમાંણે યર્દનમાં સાત વખત ડૂબકી માંરી, એટલે તેની ચામડી, બાળકની ચામડી જેવી ચોખ્ખી થઈ ગઈ.” (2 રાજાઓ 5:14). પ્રભુએ નામાનને નવા માંસ સાથે આશીર્વાદ આપ્યો; એક નવું શરીર.

તેવી જ રીતે,જો તમે તમારા પાપોની કબૂલાત કરો છો,બાપ્તિસ્મા લેવા માટે તમારી જાતને સોંપો છો, અને તમારા પાપોમાંથી મુક્તિ મેળવો છો,તો પાપના ડાઘ અથવા રક્તપિત્ત ધોવાઇ જાય છે અને તમને શુદ્ધ કરવામાં આવે છે.અને તમે પ્રભુ ઈસુના ન્યાયીપણાના વસ્ત્રો પહેરો. દેવના બાળકો,દેવના કુટુંબમાં ફરીથી જન્મ લેવો એ કેટલી મોટી અને ધન્ય બાબત છે?!

વધુ ધ્યાન માટે વચન:”નવાં જન્મેલાં બાળકોની જેમ નિષ્કપટ આત્મિક દૂધ (શિક્ષણ) માટે ભૂખ્યા રહી આતુર બનો. આનું પાન કરવાથી તમારો વિકાસ અને તારણ થશે.” (1 પીતર 2:2).

Leave A Comment

Your Comment
All comments are held for moderation.