Appam – Guajarati

જૂન 22 – દુઃખમાં દિલાસો

“કેમ કે હું તેમના શોકને આનંદમાં ફેરવીશ, તેઓને દિલાસો આપીશ, અને તેઓને દુઃખને બદલે આનંદિત કરીશ” (યર્મિયા 31:13).

દુઃખના સમયે ફક્ત પ્રભુ જ તમને દિલાસો આપી શકે છે. તે તમારા બધા દુ:ખને દુર કરશે, તમને દિલાસો આપશે અને તમારા હૃદયને ખુશ કરશે.

યાકુબનું જીવન જુઓ. તેણે ઘણી નિરાશાઓમાંથી પસાર થવું પડ્યું. યાકુબ, યુસુફને તેના અન્ય બાળકો કરતાં વધુ પ્રેમ કરતો હતો, અને તેને જાંબુળી રંગનો ઝભ્ભો આપ્યો હતો. પરંતુ તેને યાકુબના જીવનમાંથી દૂર કરવામાં આવ્યો હતો.

એક દિવસ જ્યારે યુસુફના ભાઈઓ ઈર્ષ્યાથી ભરાઈ ગયા, ત્યારે તેઓએ તેને મારી નાખવાનો ઈરાદો કર્યો. તેઓએ તેને ખાડામાં નાખ્યો અને પછીથી તેને મિદ્યાનીઓને ગુલામ તરીકે વેચી દીધો. પછી તેઓએ યૂસફનો ઝભ્ભો લીધો, અને બકરાંને કાપીને તેના રકતમાં તે ઝભ્ભો બોળી કાઢયો. અને પછી તે રંગીન લીલી બાંયવાળો ઝભ્ભો પોતાના પિતાને મોકલી આપ્યો અને કહેવડાવ્યું કે, “આ અમને જડયો છે; તે તમાંરા પુત્રનો છે કે, નહિ એ તમે ઓળખી લેજો.” (ઉત્પત્તિ 37:31-32). આવા સમાચાર મેળવીને યાકુબને કેટલું દુઃખ થયું હશે! તે વિચારીને ધ્રૂજી ગયો હશે કે તેના પ્રેમાળ પુત્રને કોઈ જંગલી જાનવર ખાઈ ગયો છે.

પરંતુ ઘણા વર્ષો પછી, તે જ યુસુફ તેના પિતા યાકુબને મિસરમાં લાવ્યો અને તેને ફારુન સમક્ષ મૂક્યો; અને યાકૂબે ફારુનને આશીર્વાદ આપ્યો. ફારુને યાકૂબને કહ્યું, ” અને પછી યૂસફે તેના પિતા યાકૂબને લાવીને ફારુન સમક્ષ રજૂ કર્યા, અને યાકૂબે ફારુનને આશીર્વાદ આપ્યા. ફારુને યાકૂબને પૂછયું, “તમાંરી ઉંમર કેટલી?” યાકૂબે કહ્યું, “હું એકસો ત્રીસ વર્ષ જીવ્યો છું. માંરી જીંદગી ટૂંકી અને મુશ્કેલીઓથી ભરપૂર હતી, માંરા પિતા અને માંરા પિતૃઓ માંરા કરતા ઘણા વૃધ્ધ હતા ત્યાં સુધી જીવ્યા.”(ઉત્પત્તિ 47:7-9).

પ્રભુએ તેનું સર્વ દુઃખ દૂર કર્યું અને તેને દિલાસો આપ્યો. તે પુત્ર, જેને તેણે જંગલી જાનવરો દ્વારા ખાઈ ગયો હોવાનું માન્યું હતું, તેણે તે જ પુત્રને, ફારુનની સામે, સમગ્ર મિસરના શાસક તરીકે ઉન્નત જોયો. યાકુબે યુસુફને પ્રેમાળ પુત્ર તરીકે જોયો, જે વૃદ્ધાવસ્થામાં તેના પિતાની સંભાળ રાખશે. દેવે તેના દરેક દુ:ખને આનંદમાં ફેરવી દીધું.

શાસ્ત્ર કહે છે: “માણસ કેવો નિર્બળ છે, તેનું આયુષ્ય અલ્પ છે અને સંકટથી ભરપૂર છે.”(અયુબ 14:1). સ્ત્રીથી જન્મેલો માણસ, જો તેણે દેવમાં વિશ્વાસ ન રાખ્યો હોય, તો તે મુશ્કેલીમાં આવશે. પરંતુ શાંતીનો દેવ તે દેવના બાળકો સાથે છે. દેવ તમારી સાથે હોવાથી, તમારા બધા દુઃખ અને નિસાસા દૂર થઈ જશે. અને તમે આનંદ અને પ્રસન્નતા પ્રાપ્ત કરશો ( યશાયાહ 35:10). તેથી, કોઈ પણ બાબતની ચિંતા ન કરો અને બધો ભાર પ્રભુ પર નાખો. કારણ કે ફક્ત તે જ તમારી મુશ્કેલીઓ દૂર કરી શકે છે.

વધુ ધ્યાન માટે વચન:” માટે તારા હૃદયમાંથી ગુસ્સો અને નિરાશાને દૂર કર. પણ તું પોતે જ અનિષ્ટથી દૂર રહેજે.” (સભાશિક્ષક 11:10)

Leave A Comment

Your Comment
All comments are held for moderation.