bo togel situs toto musimtogel toto slot musimtogel musimtogel musimtogel masuk musimtogel login musimtogel toto
Appam – Guajarati

ડિસેમ્બર 19 – માણસો પ્રત્યે સદભાવના

“પરમ ઊંચામાં દેવને મહિમા થાઓ, અને પૃથ્વી પર દેવને પ્રસન્ન કરે છે તેવા લોકોને શાંતિ પ્રાપ્ત થાઓ.” (લુક 2:14).

સ્વર્ગીય દૂતોના અભિવાદનનો ત્રીજો ભાગ મનુષ્યો પ્રત્યેની સદભાવના અથવા માનવજાત પ્રત્યેના પ્રેમ વિશે છે.દેવે માણસનું સર્જન કરતી વખતે આ પ્રેમ પ્રગટ કર્યો. જ્યારે તમે અનંતકાળ સુધી પસાર થશો ત્યારે તમે અદભુત ભવન અને મહીમાનો મુગટ જોશો જેને દેવે તમારા માટે તૈયાર કર્યો છે, અને તેની સ્તુતિ કરવાનું ચાલુ રાખશો.

જ્યારે દેવ ઇસુ આ દુનિયામાં આવ્યા ત્યારે તેમણે તેમનો તમામ પ્રેમ પિતા પર મૂક્યો હતો. તેણે કહ્યું:“ પિતાએ મને એકલો છોડ્યો નથી, કારણ કે હું હંમેશા તે જ કરું છું જે તેને ખુશ કરે છે. (યોહાન 8:29) તમે તમારો જ્યારે પ્રેમ દેવ પર મૂકશો, ત્યારે તે તમારા પ્રત્યે વધુ પ્રેમાળ હશે અને તે તમને તેમના પ્રિય અને તેમના સંપૂર્ણ તરીકે બોલાવશે. તે તમને દાનિયેલ તરીકે ઓળખાવે છે તેમ તે તમને ખૂબ પ્રિય તરીકે પણ બોલાવશે.

બ્રિટિશ ઇવેન્જલિસ્ટ સ્મિથ વિગલ્સવર્થ એક વાર ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા. અને એ જ કેબિનમાં બેઠેલા યુવાનોએ તેને કહ્યું; “સર, તમારા ચહેરા પરની દૈવી હાજરી, અમને અમારા બધા પાપો માટે દોષિત બનાવે છે; તે દેવનો ડર લાવે છે અને આપણને ધ્રૂજાવી દે છે”. અને બધા બૂમો પાડવા લાગ્યા.

પાછળથી જ્યારે સ્મિથ વિગલ્સવર્થે તે ઘટના વિશે વાત કરી, ત્યારે તેણે કહ્યું: “દેવ ઈસુ મને ખૂબ પ્રિય છે, અને હું તેને મારા બધાથી પ્રેમ કરું છું. તેણે મારા જીવનમાં જે કર્યું છે તે બધું જ હું કૃતજ્ઞતાપૂર્વક યાદ કરી રહ્યો હતો. કદાચ, ત્યારે જ પ્રભુની હાજરી મારા પર આવી હશે.”

જ્યારે કોઈ વ્યક્તિ દેવથી વિમુખ, માણસો અને સંપત્તિ પર પ્રેમ મૂકે છે; અને દુન્યવી વાસનાઓ પર, પછી પાપ અને અસ્વચ્છતા તેના જીવનમાં પ્રવેશ કરે છે. શાસ્ત્ર કહે છે; “તમે લોકો દેવને વફાદાર નથી! તમારે જાણવું જોઈએે કે જગતને ચાંહવું તે દેવને ધિક્કારવા બરાબર છે.તેથી વ્યક્તિ જ્યારે દુનિયાનો એક ભાગ બનવા ઈચ્છે છે, ત્યારે તે પોતાની જાતને દેવનો દુશ્મન બનાવે છે.” (યાકુબ 4: 4).

તેથી,તમારા પ્રેમને ક્યારેય પૈસા, સંપત્તિ અથવા સાંસારિક વાસનાઓ પર ન મૂકો. પરંતુ તમારો બધો પ્રેમ ઈસુ ખ્રિસ્ત પર મૂકો, જેમણે પોતાનો બધો મહિમા ઉતાર્યો અને આ દુનિયામાં આવીને દાસનું રૂપ ધારણ કર્યું, અને તમારા જીવનને વિનાશમાંથી છોડાવવા માટે ક્રુસ પર પોતાનો જીવ આપી દીધો. તમે તેના પ્રત્યે જેટલો વધુ પ્રેમ રાખશો,તે ફક્ત તમારા પર આશીર્વાદ અને ભલાઈ લાવશે. ગીતશાસ્ત્રી દાઉદે કહ્યું: ” આકાશમાં તમારા વિના મારું બીજું કોણ છે; અને પૃથ્વી પર મને બીજું કોઇ પ્રિય નથી.” (ગીતશાસ્ત્ર 73:25).

દેવના બાળકો, જો તમે દેવને પ્રેમ કરો છો,તો તમે તેમની હાજરીમાં રહેવાનો પ્રયત્ન કરશો અને તેમના ચરણોમાં બેસશો. તમને પ્રાર્થના અને શાસ્ત્ર વાંચવાની ખૂબ જ ઈચ્છા હશે. દેવના ચર્ચમાં જઈને, તેમની સ્તુતિ અને ઉપાસના કરવામાં અને તેમનો સંદેશ સાંભળવામાં તમને ખૂબ આનંદ અને શાંતિ પણ મળશે.

વધુ ધ્યાન માટે વચન:”અને આપણા દેવ, દેવની સુંદરતા આપણા પર રહેવા દો, અને આપણા માટે આપણા હાથનું કાર્ય સ્થાપિત કરો; હા, આપણા હાથનું કાર્ય સ્થાપિત કરો” (ગીતશાસ્ત્ર 90:17).

Leave A Comment

Your Comment
All comments are held for moderation.