situs toto musimtogel toto slot musimtogel link musimtogel daftar musimtogel masuk musimtogel login musimtogel toto
Appam – Guajarati

એપ્રિલ 18 – ફરિયાદ – વખાણનો દુશ્મન

“મારે કશાની જરૂર છે તેથી હું તમને આમ નથી કહેતો, મારી પાસે જે કઈ છે અને જે કઈ બની રહ્યુ છે, તેનાથી સંતોષ મેળવવાનું હું શીખ્યો છુ.” (ફિલિપીયન 4:11).

જે કોઈ પણ સંજોગોને ધ્યાનમાં લીધા વિના સંતોષી રહે છે, તે પોતાના હૃદયમાં આનંદ સાથે દેવની સ્તુતિ અને ભક્તિ કરી શકે છે. અને એક માણસ, જે નાના કારણોસર પણ અસંતોષ પામે છે, તે આખરે ઘણા દુ:ખથી પોતાનો નાશ કરે છે.

ફરિયાદ કરવી એ વખાણનો પ્રથમ દુશ્મન છે, અને તે પડી ગયેલા માણસનો સ્વભાવ છે. પાપ કર્યા પછી, આદમે ફરિયાદ કરી અને તેની પત્ની હવા પર આરોપ મૂક્યો. અને  બદલામાં, બડબડ્યો અને દોષ સર્પ પર મૂક્યો. સ્ત્રીએ કહ્યું, ” સાપે માંરી સાથે બનાવટ કરી, તેણે મને મૂર્ખ બનાવી અને મેં ફળ ખાધું..” (ઉત્પત્તિ 3:13). તેમાંથી કોઈને પણ દેવ સમક્ષ તેમના પાપોની કબૂલાત કરવાની, તેમની ક્ષમા માંગવાની, ફરીથી સમાધાન કરવાની અને દેવની હાજરીમાં આનંદ કરવાની ઇચ્છા નહોતી. તેઓએ દેવની સ્તુતિ અને પ્રાર્થના કરવા અને તેમનામાં આનંદ કરવા માટે પોતાને પ્રતિબદ્ધ કર્યા ન હતા.

પ્રભુ પ્રેમપૂર્વક ઈસ્રાએલીઓને અરણ્યમાં દોરી ગયા. તેણે તેઓને સ્વર્ગીય મન્નાહથી પોષણ આપ્યું, તેમને ખડકમાંથી પીવા માટે પાણી આપ્યું, અને તેઓને વાદળના સ્તંભ સાથે દોરી ગયા. દેવની આવી અદ્ભુત આગેવાની છતાં, ઈસ્રાએલીઓ સંતોષ પામ્યા નહિ. તેઓએ ફરિયાદ કરી અને દેવ સામે બળવો કર્યો અને તેમની પ્રશંસા અને પ્રાર્થના કરવામાં નિષ્ફળ ગયા.

ફરિયાદ કરવાની આત્મા ઈસ્રાએલીઓના લોહીમાં સમાયેલી હતી (નિર્ગમન 16:7; પુનર્નિયમ 1:27). તેથી, દેવ ગભરાઈ ગયા અને કહ્યું: “આ દુષ્ટ લોકો કયાં સુધી માંરી વિરુદ્ધ ફરિયાદો કર્યા કરશે? તેઓએ જે કહ્યું છે તે સર્વ મેં સાંભળ્યું છે” (ગણના 14:27). આ કારણે ઘણા લોકો રણમાં મૃત્યુ પામ્યા. જેઓ દેવમાં વિશ્વાસ રાખે છે, તેઓ દરેક વસ્તુ માટે તેમનો આભાર અને પ્રશંસા કરશે. પણ જેને વિશ્વાસ નથી, તેઓ ફરિયાદ જ કરશે. શાસ્ત્ર કહે છે: “ફરિયાદ અને વિવાદ કર્યા વિના બધું કરો” (ફિલિપીયન 2:14).

એક એવો પરિવાર હતો, જ્યાં માતા-પિતા તેમની પુત્રી માટે ચપ્પલ ખરીદવા પરવડી શકતા ન હતા. દીકરી ખૂબ નારાજ થઈને ઘરેથી ભાગી ગઈ. તેણીના ગામની બહાર એક ઝાડ નીચે, તેણીએ એક વ્યક્તિને જોયો જે તેના જન્મથી લંગડો હતો, તેના બંને પગ ગાયબ હતા. તે અવસ્થામાં પણ તે દેવની ભક્તિ કરી ગાતો હતો. યુવતીએ જ્યારે તે લંગડા વ્યક્તિને જોયો, ત્યારે તેને ખૂબ જ અપરાધની લાગણી થઈ અને તેને તેની ભૂલનો અહેસાસ થયો.

દેવના બાળકો, જ્યારે ઘણા લોકો બીમાર છે અને પથારીવશ છે, ત્યારે દેવે તમને સારું સ્વાસ્થ્ય અને શક્તિ આપી છે. જ્યારે આટલા બધા લોકો ગરીબીમાં પીડાય છે, દરરોજ જમ્યા વિના પણ, દેવે તમને સારા ખોરાક, વસ્ત્રોથી પોષણ આપ્યું છે અને તમારું રક્ષણ કરી રહ્યા છે. જ્યારે તેણે તમારા માટે આ બધું કર્યું છે, ત્યારે શું તમે તેની પ્રશંસા અને પ્રાર્થાના કરવા માટે બંધાયેલા નથી?

વધુ ધ્યાન માટે વચન: ” હાસ્યાસ્પદ નિર્લજ્જ મજાક પણ ન કરવી જોઈએ. આ બધી અયોગ્ય વસ્તુઓ કરવાને બદલે તમારે દેવની આભારસ્તુતિ કરવી જોઈએ ” (એફેસી 5:4).

Leave A Comment

Your Comment
All comments are held for moderation.