bo togel situs toto musimtogel toto slot musimtogel musimtogel musimtogel masuk musimtogel login musimtogel toto
Appam – Guajarati

જાન્યુઆરી 12 – નવું ગીત !

“તેમણે આપણા દેવનું સ્તોત્ર, મારા મુખમાં મૂક્યું છે, એટલે ઘણા નવું ગીત જોશે અને બીશે; અને દેવ પર ભરોસો રાખશે.” (ગીતશાસ્ત્ર 40:3).

જ્યારે પણ તમે દેવને તેમની સ્તુતિ કરવા માટે તમારી ઊંડી તરસ વિશે કહો છો, ત્યારે તે તમને તમારા હૃદયમાં એક નવું ગીત આપે છે. જેઓ તેમની ભક્તિનો આનંદ મેળવવા માંગે છે તેમને તે મધુર ધૂન પણ આપે છે. ગીતશાસ્ત્રના લેખક દાઉદનો આ અનુભવ હતો. અને તે પણ તમારો અનુભવ થવા દો!

દેવ તમને ભયાનક ખાડામાંથી અને માટીના કાદવામાંથી બહાર લાવ્યા છે, અને તમારા પગ ખડક પર મૂક્યા છે,અને તમારા પગથિયા સ્થાપિત કર્યા છે. તેણે તમારામોંમાં એક નવું ગીત પણ મૂક્યું છે.તેની પ્રશંસા કરવા. અને તમે તેમની ભલાઈ, તેમની શક્તિ, તમારી બધી જરૂરિયાતો માટે તેમની પર્યાપ્તતા અને તેમની વફાદારી માટે હૃદયપૂર્વક તેમની પ્રશંસા કરો છો.

મારા પિતા સેમ જેબદુરાઈ, તેમના શરૂઆતના દિવસોમાં ગાવાની પ્રતિભા ધરાવતા ન હતા. કેટલીકવાર, જ્યારે તેમણે ગાવાનો પ્રયાસ કર્યો, ત્યારે અન્ય લોકો દ્વારા તેમની મજાક અને ટીકા કરવામાં આવતી, જેઓ કહેતા હતા, ‘તમે ગાઓ છો કે વાંચો છો?’,’તમારું ગાયન કાગડા જેવું છે’.પછીના વર્ષોમાં, તેઓ મોટા અવાજે શેરીઓમાં પ્રચાર કરતા હોવાથી, તેમનો અવાજ ખરબચડો બની ગયો હતો અને તે હવે ગાઈ શકતા ન હતો.

તે દિવસો દરમ્યાન, તેમણે ઉપવાસની પ્રાર્થના કરવા માટે ચોક્કસ જિલ્લામાં ગયા હતા; જેમાં તે સ્થાનિક  ચર્ચના એક ભાઈએ આરાધના સત્રનું નેતૃત્વ કર્યું હતું. આરાધના સત્ર ખૂબ જ અદ્ભુત હતું અને મારા પિતાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. અને તેમણે આંસુથી પ્રભુને પ્રાર્થના કરી કે, તેમને પણ પ્રભુ માટે વખાણના નવા ગીતો માટે લખવાની અને ગાવાની પ્રતિભા આપે;

જેમ તેણે પ્રાર્થના કરી, તેમ દેવે તેને પ્રશંસાના ગીતો રચવાની પ્રતિભા આપી. દેવની તે ભેટ સાથે, તેમણે તમિલમાં સેંકડો પ્રશંસા અને પ્રાર્થના ગીતો રચ્યા જે આજે વિશ્વભરમાં ગવાય છે. તેમાંના કેટલાકનો સમાવેશ થાય છે: ‘હવે પવિત્ર આત્મા આવો અને આપણા પર ઊતરો’, ‘મારા ઉપર પવિત્ર આત્મા કવર કરો’. એટલું જ નહીં, દેવે તેમને તેમના ગુણગાન ગાવાની પ્રતિભા પણ આપી હતી.

“તેથી, જો કોઈ ખ્રિસ્તમાં છે, તો તે નવી રચના છે; જૂની વસ્તુઓ પસાર થઈ ગઈ છે; જુઓ, બધી વસ્તુઓ નવી બની ગઈ છે”( 2 કરીંથી 5:17). જ્યારે બધું નવું બને છે, ત્યારે તમે નવા આનંદ, નવી શાંતિ અને નવા અભિષેકથી ભરપૂર થાઓ છો. તે નવા ગીતો પણ આપે છે; કેટલાક ગીતો અભિષેક તરફ દોરી જાય છે; કેટલાક અન્ય લોકો વિજયની ઉજવણી કરે છે; અને અન્ય છુટકારાના ગીતો.

દેવના બાળકો, તમે આ જગતમાં ગાશો નહિ અને સ્તુતિ કરશો નહિ; પણ, સ્વર્ગમાં સ્તુતી આરાધના ના ગીતો ગાતા રહેશો. પવીત્ર શાસ્ત્ર કહે છે: “અને તે બધાએ હલવાન પાસે એક નવું ગીત ગાયું:“તું ઓળિયું લેવાને તથા તેની મુદ્રાને બોલવાને યોગ્ય છે, કારણ કે તને મારી નાખવામાં આવ્યો હતો. અને તેં તારા લોહીથી દેવને માટે સર્વ કૂલોના, ભાષાના, પ્રજાના તથા દેશોના લોકોને ખરીધાં છે. અમારા દેવ માટે તેં લોકોને રાજ્ય બનાવ્યા છે, અને આ લોકોને અમારા દેવને સારું યાજકો બનાવ્યા છે. અને તેઓ પૃથ્વી પર રાજ કરશે.” (પ્રકટીકરણ 5:9-10).

વધુ ધ્યાન માટે વચન:“જીવનનાં સર્વ સંકટોમાં તમે મારી છુપાવવાની જગા છો, તમે મને સંકટોમાં ઉગારી લો છો; મારી આસપાસ તમારા ઉધ્ધારનાં સ્તોત્રો ગવડાવશો.” (ગીતશાસ્ત્ર 32:7).

Leave A Comment

Your Comment
All comments are held for moderation.