bo togel situs toto musimtogel toto slot musimtogel musimtogel musimtogel masuk musimtogel login musimtogel toto
Appam – Guajarati

સપ્ટેમ્બર 15 – તેને સરખા કરો

“તેથી, બધા લોકો તેની નજીક આવ્યા. અને તેણે તૂટેલી દેવની વેદીનું સમારકામ કર્યું “(1 રાજા 18:30)

જ્યારે એલિયાએ તૂટેલી વેદી જોઈ ત્યારે તેનું હૃદય દેવ માટે ઉત્સાહથી ભરાઈ ગયું. અને તેણે મનમાં નક્કી કર્યું હતું કે તેને યોગ્ય રીતે ગોઠવશે.

વેદી એ એવી જગ્યા છે જ્યાં માણસ દેવ સાથે મળે છે. તમારું હૃદય દેવની નજરમાં વેદી જેવું છે. આજે, દેવની નજરમાં તમારૂ જીવન અને તમારા આત્માની સ્થિતિ શું છે? શું તેઓ તૂટેલી સ્થિતિમાં છે? શું દેવ સાથેનો તમારો સંબંધ, અને તમારી પવિત્રતા, સમારકામની સ્થિતિમાં છે? હમણાં, જો તમે તમારી વેદીને સુયોજિત કરવા માટે સમર્પિત કરો છો, તો એલિયાના દેવ તમારા પર તેની આગ મોકલશે. દેવની અગ્નિ તેના પર ઉતરે તે માટે તમારી વેદી પુનસ્થાપિત થવી જોઈએ.

પ્રકટીકરણના પુસ્તકમાં, પ્રભુ ઈસુએ એફેસસના ચર્ચ સાથે વાત કરી:“એ માટે તું હમણા જ્યાથી પડ્યો છે તે યાદ કર, પસ્તાવો કર, અને પ્રથમનાં જેવાં કામો કર.”(પ્રકટીકરણ 2:5). યજ્ઞવેદીની પુનસ્થાપના વિના, દેવની અગ્નિને પડવું અને બલિદાન સ્વીકારવું અશક્ય છે. તેથી, વેદીનું સમારકામ અને પુનનિર્માણ કરવું મહત્વપૂર્ણ છે.

કેટલાક એવા છે, જેઓ તેમના જીવનમાં સુધારો કરતા નથી, પરંતુ અન્ય લોકો પર આરોપ લગાવવામાં વ્યસ્ત છે. જેમ જેમ તેઓ બીજાના જીવનમાં ખામીઓ તરફ નિર્દેશ કરે છે, તેઓ તેમના પોતાના જીવનમાં, પડી જાય છે. પાવીત્રશાસ્ત્ર કહે છે: ” દરેક વ્યક્તિએ રોટલી ખાતા અને પ્યાલો ​પીતા પહેલા પોતાનું અંતઃકરણ તપાસવું જોઈએ.પરંતુ જો આપણે આપણી જાતને મૂલવીએ, તો દેવ આપણો ન્યાય કરશે નહિ(1 કરીંથી: 11:28,31)

​વર્ષ 1903 માં, ઇવાન રોબર્ટ્સ ઘોડા પર બેસીને વેલ્સના પુનરુત્થાન માટે ઉપદેશ આપતા હતા. અધવચ્ચે, પ્રભુએ તેને અટકાવ્યો અને કહ્યું: “મારા દીકરા, તું જ્યાં પણ છે ત્યાં રોકાઈ જા, અને તું આગળ જઈ શકે તે પહેલા તારું પરીક્ષણ કર. તમારી વેદીના કેટલાક ભાગો છે, જે બેસુમાર હાલતમાં છે. પહેલા તેમને ક્રમમાં ગોઠવો, અને પછી તમે તમારી મુસાફરી સાથે આગળ વધી શકો છો, અને તમે ઉપદેશ આપશો ત્યારે તમે મહાન પુનરુત્થાન જોશો. ”

​તરત જ દેવનો માણસ, અટકી ગયો, અને તૂટેલા હૃદય સાથે દેવની હાજરીમાં લગભગ ત્રણ કલાક ગાળ્યા અને પોતાની જાતને તપાસ કરી, અને તેના જીવનના તે ભાગોને પુનસ્થાપિત કરવા પ્રાર્થના કરી, જે અવ્યવસ્થામાં હતા. અને તે પ્રભુની ભવ્ય હાજરી અનુભવી શકતો હતો, અને તેને તેના આત્માથી ભરી દેતો હતો. તે પછી, જ્યારે તે ગામમાં ગયો, જ્યાં તે ઉપદેશ આપવાનો હતો, ત્યાં આગનો પ્રબળ અભિષેક થયો. સભામાં દરેક, પવિત્ર આત્માથી ભરપૂર હતા.  દેવના પ્રિય બાળકો, એલિયાના દેવ, આજે તમારા દ્વારા, તમારી આગ મોકલવા માંગે છે. શું તમે તમારી વેદી બરાબર ગોઠવશો?

​વધુ ધ્યાન માટે વચન: “એટલામાં એકાએક આકાશમાંથી યહોવાનો અગ્નિ યજ્ઞમાં પડ્યો અને, દહનાર્પણ. લાકડાં, પથ્થર અને રેતીને બાળી નાખ્યા અને તેણે ખાડાના પાણી પણ સૂકવી નાખ્યાં” (1 રાજાઓ 18:38)

Leave A Comment

Your Comment
All comments are held for moderation.