bo togel situs toto musimtogel toto slot musimtogel musimtogel musimtogel masuk musimtogel login musimtogel toto
Appam – Guajarati

ફેબ્રુઆરી 15 – દેવ પ્રસન્ન થાય છે તે આપવાથી!

“તેથી પ્રત્યેક વ્યક્તિએ તેના હૃદયમાં જે હેતુ હોય તે પ્રમાણે આપવું જોઈએ, કરુણા કે જરૂરિયાતથી નહિ; કારણ કે દેવ ખુશખુશાલથી આપનારને પ્રેમ કરે છે” (2 કરીંથી 9:7).

પ્રભુને આપવું એ તમારા જીવનનો એક મહાન લહાવો છે. તે દેવ છે જેણે તમને જીવન, આરોગ્ય અને શક્તિ અને કામ કરવાની અને કમાવવાની તકો આપી છે. અને તેણે તમારી જરૂરિયાતો પૂરી કરવા માટે તમારી કમાણીનો દસમો ભાગ રાખવાનો તમને કૃપાપૂર્વક લાભ આપ્યો છે. પરંતુ તે અપેક્ષા રાખશે કે તમે ખુશખુશાલ હૃદયથી તેને દશમો ભાગ આપો.

તમારા જીવનમાં દેવના તમામ મહાન આશીર્વાદોનો વિચાર કરવો, દેવને પાછુ આપવા માટે એક મુખ્ય પ્રોત્સાહન તરીકે કાર્ય કરે છે. તેણે મનુષ્યો બનાવ્યા તે પહેલાં જ તેણે સૂર્ય, ચંદ્ર અને તારાઓ બનાવ્યા. તેણે પર્વતો, નદીઓ અને તળાવો, ફળ આપનારા વૃક્ષો અને સુંદર ફૂલો પણ બનાવ્યાં. તેણે ઉદાર પ્રકૃતિ, રહેવા માટે પૃથ્વી અને પાળેલા પ્રાણીઓ બનાવ્યાં. સૌથી ઉપર, તેણે તમને પોતાની પાસે છોડાવવા માટે ક્રુસ પર પોતાની જાતને આપી દીધી. શું તે યોગ્ય અને જરૂરી નથી કે તમે તેને પૂરા પ્રેમ અને ઉલ્લાસ સાથે પાછા આપો? અને જ્યારે તમે તે કરો છો, ત્યારે તે તમારા હાથમાંથી તે પ્રાપ્ત કરીને આનંદિત થાય છે.

એકવાર દેવ ઇસુ મંદિરમાં બેઠા હતા અને લોકોને તેમના દાનને ભંડારમાં આપતા જોઈ રહ્યા હતા. ધનિકો તેમની વિપુલતામાંથી આપતા હતા. કેટલાક અન્ય લોકો તેમના અર્પણો આપતા જેથી અન્ય લોકો જોઈ શકે. પણ એક ગરીબ વિધવા હતી જેણે પોતાની પાસે જે બધું હતું તે પ્રભુને અર્પણ કર્યું.

અને ઈસુ તેનાથી ખૂબ ખુશ થયા અને તેણીની પ્રશંસા કરતા કહ્યું:“ ધનવાન લોકો પાસે પુષ્કળ છે, તેઓએ તો ફક્ત તેમની પાસે જે વધારાનું છે તેમાંથી જ આપ્યું છે. આ સ્ત્રી ઘણી ગરીબ છે. પણ તેણે તેની પાસે હતું તે બધું જ આપ્યું છે. અને તે પૈસા તેના જીવનમાં સહાય માટે જરૂરી હતા.”(લુક 21:4).

તમારે દેવને કઈ રીતે આપવું જોઈએ?

  1. દેવ માટે આપવામાં તમારી પાસે શિસ્તબદ્ધ અભિગમ હોવો જોઈએ.
  2. તમને જે આશીર્વાદ મળ્યા છે તે પ્રમાણે તમારે આપવું જોઈએ.
  3. તમારે તમારા પૂરા હૃદયથી અને રાજીખુશીથી આપવું જોઈએ.
  4. તમારે સારી માત્રામાં આપવું જોઈએ, દબાઇ –દબાઇ અને હલાઇ –હલાઇને આપવું જોઇએ.
  5. તમને જે મળ્યું છે તે તમારે મુક્તપણે આપવું જોઈએ

જ્યારે તમે દેવ માટે આપો છો, ત્યારે તે સેવાકાર્યો માટે, સુસમાચાર ફેલાવા માટે, આત્માઓની લણણી માટે અને ચર્ચના નિર્માણ માટે ઉપયોગી છે.તમે કદાચ માત્ર નાણાકીય સહાય વિસ્તારી રહ્યા છો.પરંતુ જ્યારે તમે સ્વર્ગમાં ઘણા આત્માઓને જોશો, જે તે યોગદાન દ્વારા મુક્ત કરવામાં આવ્યા છે,ત્યારે તે તમારા હૃદયમાં ખૂબ આનંદ લાવશે. આનાથી મોટો આનંદ શું હોઈ શકે?

વધુ ધ્યાન માટે વચન:“અને પ્રભુ ઈસુના શબ્દો યાદ રાખો, કે તેમણે કહ્યું હતું કે, ‘લેવા કરતાં આપવું એ વધુ ધન્ય છે.’ (પ્રેરિતોનાં કૃત્યો 20:35)

Leave A Comment

Your Comment
All comments are held for moderation.