Appam – Guajarati

ડિસેમ્બર 09 – અજાયબીઓમાં મહાન!

“યહોવાએ કહ્યું, “જુઓ, હું અત્યારે જ તમાંરી સાથે આ કરાર કરનાર છું. અગાઉ પૃથ્વી પર કોઈ પણ દેશમાં ન થયા હોય તેવા ચમત્કારો હું કરીશ. તારા લોકો તે જોશે કે હું, દેવ ખૂબ મહાન છું. હું જે તારા માંટે અદભુત કાર્યો કરીશ, તે લોકો જોશે.”(નિર્ગમન 34:10).

આપણા દેવ અજાયબીઓના દેવ છે.ઉત્પત્તિના પુસ્તકથી લઈને પ્રકટીકરણના પુસ્તક સુધી,તમે તેના મહાન અજાયબીઓ વાંચી શકો છો. આખું બાઇબલ અજાયબીઓ અને ચમત્કારોથી ભરેલું છે જેને આપણે અજાયબીઓની પુસ્તક તરીકે ઓળખીએ છીએ. જ્યારે અયુબે દેવના મહાન કાર્યો અને અજાયબીઓની સાક્ષી આપી,ત્યારે તેણે જાહેર કર્યું; “દેવ અદભુત કાર્યો કરે છે જે લોકો સમજી શકતા નથી. અને કોઇ ગણી ન શકે તેનાથી વધારે ચમત્કારી કાર્યોનો કર્તા છે.”(અયુબ 9:10).

દેવ પોતે સંખ્યા વિના અજાયબીઓ કરે છે;તે તેના બાળકો દ્વારા અસંખ્ય ચમત્કારો પણ કરે છે.તેમણે તેમના આત્માની શક્તિ દ્વારા આપણને ચમત્કારો કરવાની ભેટ પણ આપી છે.

આજે, દેવ એવી વ્યક્તિની ઝંખના કરે છે કે જેના દ્વારા તેઓ તેમના ચમત્કારો કરી શકે; જેમના દ્વારા તે તેના અદ્ભુત કાર્યો કરી શકે છે; જેના દ્વારા તે મૃતકોને સજીવન કરી શકે છે.પવીત્ર શાસ્ત્ર કહે છે;”યહોવાનીદ્રષ્ટિ સમગ્ર પૃથ્વી પર ફરતી હોયછે. અને જેઓનું અંત:કરણ યહોવા પ્રત્યે વફાદાર છે, તેઓને તે શોધે છે, જેથી તેઓને મદદ કરીને તે પોતાનું મહાન સાર્મથ્ય  પ્રગટ કરે છે” (2 કાળવૃતાંત 16:9).

દેવના હાથમાં આત્માની બધી ભેટો છે; અને બધી શક્તિ અને બુધ્ધી; અને તમામ આધિપત્ય અને સત્તા. તે તે બધાને તેમના સેવાકાર્યમાં ઉપયોગમાં લેવાની મંજૂરી આપવા માંગે છે. તેથી જ આપણને આત્માની ભેટો આપવામાં આવે છે. શાસ્ત્ર કહે છે;”જ્યારે તે ઉંચાઇ પર જાય છે,તે બંદીવાનોની કૂચને ઘેરે છે, જે લોકો તેમની વિરુદ્ધ થયા હતા તેમની પાસેથી તથા માણસો પાસેથી ભેટો સ્વીકારવા યહોવા દેવ ત્યાં નિવાસ કરવાં ગયા.”(ગીતશાસ્ત્ર 68:18).

જો તમે તમારું હૃદય દેવ માટે ઉભા થવા અને ચમકવા માટે યોગ્ય કરો,તો તે તમારા દ્વારા શક્તિશાળી અજાયબીઓ કરશે. કૃપા કરીને દિવસના મુખ્ય વચન અને દેવના વચન પર ફરીથી ધ્યાન કરો:“જુઓ, હું એક કરાર કરું છું. તારા સર્વ લોકો સમક્ષ હું એવા અજાયબીઓ કરીશ જે આખી પૃથ્વી પર કે કોઈ પણ રાષ્ટ્રમાં થયું નથી. અને તમે જેની વચ્ચે છો તે બધા લોકો પ્રભુનું કાર્ય જોશે. કારણ કે તે એક અદ્ભુત વસ્તુ છે જે હું તમારી સાથે કરીશ”( નિર્ગમન 34:10).

દેવ તમારા જીવનમાં,તમારા કુટુંબમાં અને ચર્ચમાં અજાયબીઓ અને ચમત્કારો કરશે. તે તમારા દ્વારા શકિતશાળી કાર્યો અને અજાયબીઓ પણ કરશે.દેવના બાળકો, જો તમે વિશ્વાસથી અને તમારા હૃદયમાં ઊંડી ઝંખના સાથે પૂછશો, તો દેવ તમને ચમત્કારો કરવાની શક્તિ આપશે.

વધુ ધ્યાન માટે વચન: હે યહોવા, કોણ છે તમાંરા જેવો બીજો દેવ છે કોણ?  તમાંરા જેવું પરમપવિત્ર મહિમાંવાન? તમાંરા જેવા ચમત્કાર કોણ કરી શકે? સ્તોત્રોમાં ભયજનક પરાક્રમ કરનાર, કોણ છે?” (નિર્ગમન 15:11).

Leave A Comment

Your Comment
All comments are held for moderation.