No products in the cart.
કુચ 09 – પ્રાર્થના દ્વારા વિજય!
“હુકમ ઉપર સહી થઇ છે એવી જાણ થતાં દાનિયેલ ઘેર આવ્યો. એના ઉપલા માળના ઓરડાની બારીઓ યરૂશાલેમની દિશામાં પડતી હતી. તેણે હંમેશની માફક રોજ ત્રણ વાર ઘૂંટણિયે પડીને દેવની સ્તુતિ કરી અને પ્રાર્થના કરવાનું ચાલું રાખ્યું. “(દાનિએલ 6:10).
દાનિએલ એક મહાન પ્રાર્થના યોદ્ધા હતો.પરંતુ તેની કસોટી કરવા માટે,બેબીલોનમાં એક નવો કાયદો અમલમાં મૂકવામાં આવ્યો,કે જે કોઈ રાજા સિવાય ત્રીસ દિવસ સુધી કોઈ પણ દેવ અથવા માણસની વિનંતી કરે,તેને સિંહોના ગુફામાં ફેંકી દેવામાં આવે.
જેઓ દાનીયેલની ઈર્ષ્યા કરતા હતા તેઓએ તે નિયમ સ્થાપિત કર્યો.પરંતુ ન તો તે શાહી હુકમનામું,ન તો સિંહોના ગુફામાં ફેંકી દેવાની સજા દાનીયેલના પ્રાર્થના જીવનને હલાવી શકી નહીં. દાનીયેલ એકલા અને તેના મિત્રો સાથે ઉત્સાહપૂર્વક પ્રાર્થના કરી; જેથી તેઓ સ્વર્ગના ઈશ્વર પાસેથી દયા શોધી શકે (દાનીયેલ 2:18).
દાનીયેલ પાસે દિવસમાં ત્રણ વખત પ્રાર્થના કરવાનો શિસ્તબદ્ધ અભિગમ હતો (દાનીયેલ 6:10). તેણે ત્રણ અઠવાડિયા સુધી ઉપવાસ કર્યા અને રહસ્યો જાહેર પ્રગટ થાય તેના માટે સ્વર્ગના દેવની પ્રાર્થના કરી; અને તે તેની તમામ સફળતા અને વિજયની ચાવી હતી.
દાનીયેલ દિવસમાં ત્રણ વખત પ્રાર્થના કરતો; ઇઝરાયેલીઓના પૂર્વજોની સંખ્યાને અનુરૂપ; એટલે કે અબ્રાહમ,ઇસહાક અને યાકુબ. અબ્રાહમ વહેલી સવારની પ્રાર્થનાનો અભ્યાસ કરતો હતો. (ઉત્પત્તિ 19:27). ઇસહાકે સાંજે ધ્યાન કર્યું (ઉત્પત્તિ 24:63). અને યાકુબે આખી રાત પ્રાર્થના કરી (ઉત્પત્તિ 32:24).તેથી, દાનીયેલે તેમના પૂર્વજોની જેમ પ્રાર્થનાનું સમયપત્રક બનાવ્યું અને તેમના આશીર્વાદ વારસામાં મેળવ્યાl.
તેના પ્રાર્થનાના સમયનો ઉલ્લેખ કરતી વખતે,દાઉદ કહે છે: “પણ હું, મારા દુ:ખમાં; સવારે બપોરે ને રાત્રે દેવને સાદ કરીશ; અને તે મારી પ્રાર્થના સાંભળશે.(ગીતશાસ્ત્ર 55:17). જ્યારે તમે દિવસમાં ત્રણ વખત પ્રાર્થના કરવાનું પસંદ કરો છો,ત્યારે પણ તે દેવની હાજરીની અનુભૂતિ કરવામાં ખૂબ મદદ કરશે; અને શેતાનના ફાંદામાંથી બચવા માટે.
દાઉદના પ્રાર્થના જીવનથી તમે પ્રોત્સાહિત થાઓ.ઉગ્ર પ્રાર્થના સાથે કોઈ સમાંતર નથી.સવારે વહેલા ઊઠીને પ્રાર્થના કરવાનો મક્કમ સંકલ્પ કરો.દેવે દાનિયેલ સાથે વાત કરી:” તેઁ પ્રાર્થના કરવાનું શરૂ કર્યું એ જ ક્ષણે યહોવાએ તેનો ઉત્તર આપ્યો અને તે ઉત્તર તને કહેવા માટે હું અહીં આવ્યો છું.કારણકે દેવ તને પુષ્કળ ચાહે છે ” (દાનીયેલ 9:23).
એકલી પ્રાર્થના જ તમને ભવ્યતાથી વિજય તરફ લઈ જઈ શકે છે.જો તમારી પાસે નિયમિત અને શિસ્તબદ્ધ પ્રાર્થના જીવન હોય તો દેવ તમને ઉન્નત અને મહિમા આપશે. દાનીયેલ જ્યારે બાબિલના આખા પ્રાંત પર શાસક હતો ત્યારે તેણે દેવ સમક્ષ નમન કર્યું. તેણે ઉપવાસ કર્યો, ઘૂંટણિયે પડીને પ્રાર્થના કરી. દેવના બાળકો, તમારી પ્રાર્થનામાં તે શિસ્તનું પાલન કરવું તમારા માટે સારું રહેશે.
વધુ ધ્યાન માટે વચન:“ આવો આપણે તેને ભજીએ અને નમીએ; ને આપણા કર્તા યહોવાને ઘૂંટણિયે પડીએ.” ગીતશાસ્ત્ર 95:6)