No products in the cart.
ઓક્ટોબર 30 – વિશ્વાસનો પર્વત
“તો આપણી ચારે બાજુ વિશ્વાસના લોકોનો મોટો સમુદાય વિંટળાયોલો છે. લોકોના મોટા સમુદાયનો વિશ્વાસ શું છે તે તેમનું જીવન આપણને ઉદાહરણ પૂરું પાડે છે. માટે આપણે તેમના જેવા થવું જોઈએ. જેથી જે કોઈ બાબતો આપણને મંદ બનાવે કે પાછા પાડી દે તેનો આપણે ત્યાગ કરીએ. આપણને પાડી નાખનાર પાપથી આપણે અલગ થઈ જઇએ અને દેવે આપણા માટે નક્કી કરેલી દોડમાં ધીરજથી દોડીએ (આગળ વધીએ).” (હિબ્રુ 12:1).
તમારે તમારી આંખો દેવ પર લગાવી જોઈએ અને એકલા તેમની તરફ જોવું જોઈએ. તે તમારા વિશ્વાસના લેખક અને પૂર્ણકર્તા છે. તે શરૂઆત અને અંત છે, આલ્ફા અને ઓમેગા છે. અને તે એક છે જે તમને ઠોકર ખાવાથી બચાવવા સક્ષમ છે.
આપણા પ્રભુ ઈસુ એ જ છે જેણે તમારા વિશ્વાસની શરૂઆત કરી છે. અને જ્યારે તમે તેમની તરફ જુઓ છો, ત્યારે તમે તેમની અપાર કૃપાની આશાથી ભરપૂર થાવ છો, જે તમને સફળતાપૂર્વક દોડ પૂરી કરવામાં મદદ કરે છે.
પછી તમે પાઊલ સાથે એક મજબૂત ઘોષણા કરી શકો છો: “કેમ કે હું જાણું છું કે હું કોના પર વિશ્વાસ કરું છું અને મને ખાતરી છે કે તે દિવસ આવે ત્યાં સુધી મને સોંપેલી વસ્તુઓનું રક્ષણ કરવા તે સમર્થ છે, એની મને ખાતરી છે” (2 તીમોથી 1:12).
હું એક અદ્ભુત ભાઈ વિશે જાણું છું. જો કે તેઓ તેમની નોકરીમાં ખૂબ જ નિષ્ઠાવાન અને વિશ્વાસુ હતા, તેમના કેટલાક સાથીદારો તેમની ઈર્ષ્યા કરતા હતા અને તેમની સામે ઘણા ખોટા આરોપો લાવ્યા હતા, જેના કારણે તેમને સેવાઓમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. તેમ છતાં તેનું હૃદય તૂટી ગયું હતું, તેણે પરિસ્થિતિને જોવાનું નહીં પરંતુ દેવ તરફ જોવાનું નક્કી કર્યું. તે સમય દરમ્યાન, વચન ‘ન્યાયી વિશ્વાશથી જવશે. એ ભાઈને નવો પ્રકાશ અને આશા આપી. તે પ્રભુ પર સંપૂર્ણ આધાર રાખતો હતો. અને જ્યારે કેસને અંતિમ સુનાવણી માટે લાવવામાં આવ્યો, ત્યારે તે સ્થાપિત થયું કે તે ન્યાયી અને નિર્દોષ હતો.
ન્યાયાધીશે એવો ચુકાદો પણ આપ્યો હતો કે તેમને સસ્પેન્શન હેઠળના તમામ દિવસો માટે પૂરા પગાર સાથે વળતર પણ મળવું જોઈએ. ત્યારબાદ ફરજમાં જોડાયા બાદ તેમને બઢતી પણ આપવામાં આવી હતી. અને જે લોકોએ તેની વિરુદ્ધ કામ કર્યું તે બધા શરમાઈ ગયા.
દેવના બાળકો, જ્યારે તમારી સામે કસોટીઓ અને મુશ્કેલીઓ આવે ત્યારે નિરાશ થશો નહીં અથવા બડબડશો નહીં. તમે કોની મદદ મેળવશો અથવા તમે શું કરશો તે અંગે મૂંઝવણમાં ન બનો. ફક્ત પર્વત તરફ જુઓ જ્યાંથી તમારી મદદ આવે છે.
જ્યારે તમે તમારી આંખો દેવ પર લગાવો છો અને તેમની તરફ જુઓ છો, ત્યારે તે તમને ક્યારેય છોડશે નહીં. તમને ચોક્કસપણે પ્રભુ તરફથી મદદ મળશે; જે સ્વર્ગ અને પૃથ્વીના સર્જક છે.
વિશ્વાસ યોદ્ધા – માર્ટિન લ્યુથર હંમેશા દેવ તરફ જોતા હતા, અને વચન પર આધાર રાખતા હતા જે કહે છે, “ન્યાયી વિશ્વાસ દ્વારા જીવશે”. તમારે પણ એવી જ રીતે, વિશ્વાસથી પ્રભુ તરફ જોવું જોઈએ.
વધુ ધ્યાન માટે વચન:“હું તમને સત્ય કહું છું, જે વ્યક્તિ મારામાં વિશ્વાસ કરે છે તે મેં જે કામો કર્યા છે તેવાં જ કરશે. હા! તે મેં કર્યા છે તેનાં કરતાં વધારે મહાન કામો પણ કરશે. શા માટે? કારણ કે હું પિતા પાસે જાઉં છું.” (યોહાન 14:12).