No products in the cart.
જાન્યુઆરી 03 – નવું અનાજ અર્પણ કરવું!
તમારે દેવને નવું અનાજ અર્પણ કરવું જોઈએ” (લેવીય 23:16)
નવા વર્ષમાં, જ્યારે દેવ બધું નવુ કરે છે, ત્યારે તે ઈચ્છે છે કે તમારે દરરોજ નવું અનાજ અર્પણ કરવું જોઈએ.ઈશ્વરે ગણના 29:6 માં દહનાર્પણ વિશે ઈઝરાયેલના બાળકોને સ્પષ્ટ સૂચનાઓ આપી છે.
તમારે દરરોજ દેવની સ્તુતિ કરવી જોઈએ (ગીતશાસ્ત્ર 68:19). તમારે દરરોજ દેવના શબ્દનો અભ્યાસ અને મનન કરવું જોઈએ (પ્રેરિતોનાંકૃત્યો 17:11). તમારે દરરોજ પ્રાર્થના કરવી જોઈએ (ગીતશાસ્ત્ર 88:9). તમારે દરરોજ સવારે દેવના ચરણોમાં રાહ જોવી જોઈએ(નીતિવચનો 8:34). અને તમારે નિયમિત પણે દેવને અર્પણ કરવું જોઈએ( ગણના 29:6).
જુના કરારના યુગમાં, લોકો દેવના મંદિરમાં ઘણા પ્રકારના અર્પણો લાવતા હતા, તેને યાજક સમક્ષ રજૂ કરતા હતા અને તેને વેદી પર મૂકીને અર્પણ કરતા હતા. પરંતુ આજે તમારે આવી પ્રથાની જરૂર નથી. કલ્વરીના ક્રુસ પર ઇસુ ખ્રિસ્તના અર્પણ સાથે, તે બધી જૂની ધાર્મિક વિધિઓ સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે.
તો, નવા કરારના યુગમાં, તમારે રોજિંદા ધોરણે કયા અર્પણો કરવા પડશે? સૌ પ્રથમ, તમારે દેવના મંદિરમાં જીવતા બલિદાન તરીકે પોતાને અર્પણ કરવું જોઈએ? પ્રેરીત પાઉલ લખે છે: “હે ભાઈઓ તથા બહેનો, હું તમને વિનંતી કરું છું કે હવે તમે કઈક કરો. દેવે આપણા પ્રત્યે પુષ્કળ દયા દર્શાવી છે. તેથી દેવની દયાની ખાતર તમે તમારા શરીરોનું જીવતું, પવિત્ર તથા દેવને પસંદ પડે એવું અર્પણ કરો. તમારું અર્પણ માત્ર પ્રભુ અર્થે જ થાય, અને તેથી દેવ પ્રસન્ન થશે. તમારું અર્પણ દેવની સેવાનો આધ્યાત્મિક માર્ગ છે.” (રોમન 12:1).
દરરોજ, તમારે તમારા શરીરના તમામ અવયવોને દેવની વેદી પર, સંપૂર્ણ વિશ્વાસ અને પ્રાર્થના સાથે રજુ કરવા જોઈએ. તમારે તમારી આંખો, તમારા બધા અંગો, તમારા મન અને તમારા બધા વિચારોને પવિત્ર કરવા જોઈએ અને તેમને દેવને સમર્પિત કરવા જોઈએ.
પ્રેરીત પાઊલ જાહેર કરે છે: “મને ખ્રિસ્ત સાથે વધસ્તંભે જડવામાં આવ્યો છે; હવે હું જીવતો નથી, પણ ખ્રિસ્ત મારામાં રહે છે; અને જે જીવન હું હવે દેહમાં જીવી રહ્યો છું તે હું દેવના પુત્રમાં વિશ્વાસ દ્વારા જીવું છું, જેણે મને પ્રેમ કર્યો અને પોતાને મારા માટે આપી દીધો” (ગલાતી 2:20).
દૈનિક અર્પણનો અર્થ એ છે કે દરરોજ પોતાને દેવની ઇચ્છામાં સમર્પણ કરવું. તમારે તમારી સ્વ-ઇચ્છા, સ્વાર્થ અને તમામ પાપી સ્વભાવને મારી નાખવો જોઈએ.
પ્રેરીત પાઊલ કહે છે: “હું તો દરરોજ મૃત્યુ પામું છું. ભાઈઓ તે એટલું જ સાચું છે, કે જેટલું આપણા પ્રભુ એવા ખ્રિસ્ત ઈસુમાં તમારા વિષે હું અભિમાન લઉ છું. તે સાચું છે.” ( 1 કરીંથી 15:31).
દેવના બાળકો, દરરોજ દેવની વેદી પર પોતાને અર્પણ કરવા ઉપરાંત, તમારે ખ્રિસ્તના અદ્ભુત પ્રેમને પણ પ્રાપ્ત કરવો જોઈએ જેણે તમારા વતી ક્રુસ પર દરરોજ પોતાને અર્પણ કર્યું. અને તેના સ્વભાવ અને છબીમાં વૃદ્ધિ પામે છે. ખ્રિસ્તનો પ્રેમ તમારામાં જીવંત રહેવા દો!
વધુ ધ્યાન માટે વચન:” ઈસુએ તે બધાને કહેવાનું ચાલુ રાખ્યું, “જો કોઈ મારી પાછળ આવવા ઈચ્છતું હોય, તો તેણે પોતાની ઈચ્છાઓ અને વસ્તુઓને ‘ના’ કહેવી અને દરરોજ પોતાનો વધસ્તંભ ઊંચકીને મારી પાછળ ચાલવું. ” (લુક 9:23)